Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

માતાજીની આરાધના 1 by Karamata

SongGPT
માતાજીની આરાધના 1 by Karamata - Classical,female vocals music cover art

માતાજીની આરાધના 1

Classical,female vocals

0:003:51
Lyrics
Description
અરે તમે સમરો માતાજી મમાંઈનેરે,
અરે આવ્યા સમદર બેટતા સહાયનેરે.
અરે સમુદ્ર બેટે તમારીરે સ્થાપના,
અરે વૈશ્ય સુતારૂં કરે તમારી સેવનારે.
અરે મોર હંસ ને માતા આવીયારે,
અરે મન મુંઝાણું ને પાછાં ઉડી ગયાંરે.
અરે ચાર શંખ તે ત્યાંરે પડ્યા રહ્યા,
અરે રૂડાં રાઈકાજી આવીને લઈ ગયાંરે.
અરે એક શંખ અડોદર આવીયોરે,
અરે કીધી સ્થાપના ને મઢ બનાવીયોરે.
અરે માને પાયે લાગું તે પરમેશ્વરીરે,
અરે આવ્યાં લોજના ચોકમાં લખેશ્વરીરે.
અરે ત્યાંથી આનંદ થઈને ઉઠ્યાં હસીરે,
આવ્યાં ચોરવાડના ચોકમાં લખેશ્વરીરે.
અરે ત્યાં મોટો તે મઢ કહેવાયછેરે,
અરે મગ ચોખા તે મોળા રંધાયછેરે.
અરે માને આડ સોયે તે કુંકુમ હીંગળેરે,
અરે નવરાતુમાં જવાળા નીકળેરે.
અરે માને અગર ને ધૂપની આરતીરે,
અરે માતો વખના તે વખ ઉતારતીરે.
અરે પઢીયારૂં તમારા પોઠીયારે,
અરે વૈશ્યસુતારૂ તમારા ગોઠીયારે.
અરે સમો આવી સાંગાવાડીએ નાહાય છેરે,
અરે ત્યાં જથ ને ડમરાં પુજાય છેરે.